Search People

PATANVADA GAJJAR SUTHAR SAMAJ TRUST

30 Jan 2022

શિક્ષણ - Education

  • અંતર્મુખતા જ સાચા શિક્ષણની શરૂઆત છે.
  • શિક્ષણ એટલે જન્મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્ત અને બધી સંસ્કૃતિનો સરવાળો.
  • સાચું શિક્ષણ ફક્ત સત્યનું દર્શન જ કરાવતું નથી પરંતુ તેનો અમલ પણ કરાવે છે અને તે જ તેનું પૂર્ણ ધ્યેય છે.
  • સફળ શિક્ષણ સફળ જીવન
  • કેળવણી એટલે વ્યક્તિનો સમાજોપયોગી વિકાસ.
  • વિચાર કરવાની કળા એટલે ખરી કેળવણી.
  • કેળવણી પ્રાપ્ત કરવાના ત્રણ આધારસ્તંભો છે: વધારે નિરીક્ષણ કરવું, વધારે અનુભવ કરવો અને વધારે અભ્યાસ કરવો.
  • જીવનસંગ્રામમાં આવતી મુસીબતો સામે નીડરતાથી ટક્કર ઝીલતા શીખવે એ જ સાચી કેળવણી છે.
  • આત્મારૂપી જહાજનું લંગર કેળવણી છે અને સઢ ચારિત્ર્ય છે.
  • સંસારમાં જેટલી ઉપલબ્ધિઓ છે, તે બધામાં શિક્ષણ સૌથી મોટી ઉપલબ્ધિ છે.
  • યુવકોને એવું શિક્ષણ મળવું અત્યંત આવશ્યક છે કે જેથી તેઓ પોતાની સામે સર્વોત્તમ આદર્શ રાખે. 
  • શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે.