Search People

વિશ્વકર્મા ના પાંચ પુત્રો જેમના નામ મનુ,મય,ત્વસ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ છે. 
મયના વંશજ કાષ્ટકાર  એટલે કે જે  લાકડાનું કામ કરે છે તે  સુથાર, મિસ્ત્રી, ગજ્જર વગેરે નામથી ઓળખાય છે
આપણે વિશ્વકર્મા દાદાના પુત્રો છીએ અને આપણા આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા છે.
જેમને આપણે પ્રેમથી "દાદા" કહીએ છીએ.
        આપણા દાદા ની બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ ના વિવાહ ગણપતિદેવ સાથે થયેલ છે.  તો ગૌરવની વાત એ છે કે સમગ્ર વિશ્વના વિઘ્ન હર્તા શ્રી ગણપતિદાદા, દેવાધી દેવ મહાદેવ અને સર્વ દેવીઓ જેમાં સમાયેલ છે તે પાર્વતીજી જેમની સાથે આપણો  સીધો સંબંધ છે, 
        આપણા દાદાની પુત્રી રાંદલ જેમને આપણે રન્નાદેવી કહીએ છીએ તેમના વિવાહ સમગ્ર સૃષ્ટિના શક્તિના સ્ત્રોત જાગતા દેવ શ્રી સૂર્યનારાયણ સાથે થયેલ છે.
દાદાએ  જનોઇ ધારણ કરેલ છે અને આપણને સૌને જનોઈ-દીક્ષા લેવાનો અધિકાર આપણને આપેલ છે.
ધર્મ-આસ્થાના સ્થાનો
ઈલોરગઢ (મહારાષ્ટ્ર) - શ્રી ઈલોરગઢ વાસી વિશ્વકર્મા દાદાનું સ્થાનક    
વિશ્વકર્મા  સંકુલ,અમદાવાદ - ઈલોરગઢ વાસી શ્રી વિશ્વકર્મા દાદા ની પાદુકા સ્થાપિત કુટિર    
મહેસાણા - વિશ્વકર્મા ધામ  
જય વિશ્વકર્મા (JVK) 
વિશ્વકર્મા સંકુલમાં વિશ્વકર્મા દાદાની પાદુકાના અમાસના દિવસે દર્શનનો લાભ લઇ પોતાને ધન્ય અને મનોકામના પૂર્ણ થવાનો આત્મસંતોષની  અનુભૂતિ કરવા જરૂર વિશ્વકર્મા સંકુલની મુલાકાત લેવી ...